ajab gajab


નૈતિક વિકાસ માટે જરૂરી છે સત્સંગ



વિષ્ણુ પુરાણમાં સત્સંગના મહત્વ પર કેંદ્રીત એક કથા આવે છે. એક સંત હતા, અત્યંત વિદ્વાન અને અતિસ્નેહી. એક દિવસ એ પોતાના શિષ્યની સાથે ભ્રમણ માંટે નીકળ્યા. રસ્તામાં એનો એક શિષ્ય પથ્થરથી અથડાઈને પડી ગયો. સંતે તેને તત્કાલ સહારો આપીને ઉભો કર્યો. શિષ્યને તે પથ્થર પર ઘણો ક્રોધ આવ્યો એટલા માટે તેણે એક પથ્થરને જોરદાર પગ માર્યો, જેનાથી પોતાને જ વધારે લાગ્યુ.


આ જોઇને સંતે તેમને સમ્જાવ્યો- તે પથ્થરને માર્યો, પથ્થરે તો તને નથી માર્યો! જો તુ સાવધાનીપુર્વક ચાલતો હોત તો તને ન વાગ્યુ હોત. તારે એવુ કરવુ જોઇતુ હતુ કે પથ્થરને રસ્તામાથી હટાવી બીજે નાખી દેવાય જેનાથી બીજાને કોઇને લાગે નહી.


સંતની વાત સાંભળીને શિષ્યએ તેની ક્ષમાં માંગી અને પથ્થરને રસ્તામાંથી હટાવી દીધો.

બદનામી બડી મહેનત સે કમાઇ હૈ, યારો!



જીવતરની ઊબડ-ખાબડ યાત્રા, અને એ યાત્રાની યાતનાના ગાયક રામાવતાર ત્યાગી વિષે થોડીક વધુ વાત કરીએ. આ માણસને ‘સમય વર્તે સાવધાન’ થવાનું ન ફાવ્યું. ‘બહેતર’ જિંદગીની લાલસામાં ‘સમાધાન’ કરવાનું ક્યારેય માફક ન આવ્યું. સરવાળે જીવનના દરેક મોરચે (એકમાત્ર કવિતાને છોડીને!) બહુ ખરાબ રીતે નિષ્ફળ રહ્યો. જોકે બદનામી મેળવવાના મામલે ત્યાગીને જબરી કામયાબી મળતી રહી! પોતાની નિષ્ફળતા તથા બદનામી માટેય એને ભારે ગર્વ હતો, અને કહેતો: યાર, ઇસે બડી મહેનતસે કમાયા હૈ મૈંને! માટે જ એ કહી શકે છે: આદમી કે શૌક યા જીદ કે સિવા, દર્દ કી કોઇ વજહ હોતી નહીં... દર્દ કે પીડા માટે ત્યાગીનો લગાવ કે જીદની પરાકાષ્ઠા પણ જોવા જેવી છે:


આજ મૈં સુખ કે લિયે ચિંતિત નહીં હૂં, દર્દ તો યહ હૈ કિ દુ:ખ ઘટને લગા હૈ;ચલ રહા થા જીસ ઉદાસી કે સહારે, હાથ ઉસકા હાથસે છૂટને લગા હૈ...!


જિંદગીનાં પાછલાં વર્ષોમાં ત્યાગીએ ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો. ‘જિંદગી ઔર તૂફાન’ નામની ફિલ્મના ગીત લખ્યાં. ફિલ્મ આજે ભાગ્યે જ કોઇને યાદ હશે. પરંતુ મુકેશના અવાજમાં જે ગીતે ગજબની ધૂમ મચાવી હતી એ કોઇ નહિ ભૂલ્યું હોય...


જિંદગી ઔર બતા તેરા ઇરાદા કયા હૈ?એક હસરત થી, કિસી આંચલ કા મુઝે પ્યાર મિલે,મૈને મંઝિલ કો તલાશા, મુઝે બાઝાર મિલે...!


હિન્દી ફિલ્મોનાં સર્વશ્રેષ્ઠ ગીતોમાં ગણના થાય છે એવું આ ગીત ત્યાગીએ લખ્યું છે. સમય મળે તો સાંભળી જોજો, એના શબ્દો હૈયું વલોવી નાખશે પણ ત્યાગીને બોલીવુડ સાથે ફાવ્યું નહિ, તરત રામ-રામ કહી દીધા. જે માણસ આખી જિંદગી છ-આઠ મહિનાથી વધુ ક્યાંય ટક્યો ન હોય તે મતલબ-પરસ્ત ફિલ્મી દુનિયામાં કેવી રીતે સ્થાયી થઈ શકે? અહીં તો સ્થિતિ એવી છે કે...


જો ગેર કે કંધોં પે યા પૈરોં મેં નહીં હો,દિખ જાયે કોઇ સર તો દિખાના મેરે યારો;હર શખ્સ કે ચહેરે પે સહી ભાવ લિખા હૈ,હૈ કિતના મજેદાર જમાના મેરે યારો...!


બેજવાબદારી, ઘમંડ, સંઘર્ષ, ઘૂટન, ફાકામસ્તી અને આવારાગર્દીના પર્યાય તરીકે ભયાનક આબરૂ મેળવનાર ત્યાગીને કોઇના ખભા અને ખોળાની હૂંફની પ્યાસ આખી જિંદગી સતાવતી રહી.


બંધનો સે મુક્ત હોના ચાહતા હૈ સબ જમાના,ચાહતા હું મૈં કિસી કે લોચનોં મેં ઘર બસાના...


રામાવતાર ત્યાગી ‘જમાનાનો ખાધેલ’ ક્યારેય ન બની શકયો. જીવનભર સરળ અને સહજ રહ્યો. એટલે જ છળાતો રહ્યો. લૂંટવામાં એને કોઇએ બાકી ન રાખ્યું.


મુઝકો પ્યાર મિલા દો દિન, કોમલ ભુજ-હાર મિલા દો દિન;ઉન આંખો મેં રહેને કા ભી, મુઝકો અધિકાર મિલા દો દિન...


*****


બનાને કે લિયે હમને સ્વયં કિસ્મત બનાઇ હૈ,વિફલતા માત્ર પૂંજી હૈ નિરાશા હી કમાઇ હૈ,જલન સે દોસ્તી હૈ, ઉલઝનોં સે આશ્નાઇ હૈ,લડાઇ હૈ અગર, અસ્તિત્વસે અપને લડાઇ હૈ...


*****


કભી સ્મશાન કી ધમકી કભી તુફાન કી ગાલી,હમારી ઉમ્ર કા પ્યાલા કભી ગમ સે નહીં ખાલી.


*****


જીવન કી રામાયણ પઢકર, પાયા હમને યહી જ્ઞાન હૈસાધન-હીન સમસ્યાઓં કા, કેવલ આંસુ સમાધાન હૈ!


તે લોકો આગળ વધ્યા, ત્યાં જ બગીચો જોવા મળીયો. ફૂલોની સુગંધથી આકર્ષિત થઈને શિષ્ય ત્યાં જઈને બેસી ગયો. સંતે ગૂલાબની નીચેથી માંટીનુ એક પડ ઉપાડીને તે શિષ્યને સુંઘવામાટે આપ્યુ. શિષ્યએ તેને સુંઘીને કહ્યુ- ગુરૂજી! આમાતો ગુલાબના ફૂલની સુગંધ આવે છે. ત્યારે સંત બોલ્યા- માંટીની પોતાની કોઇ સુગંધ હોતી નથી. તે જે વસ્તુના સંપર્કમા આવે છે , તેવીજ ગંધ અપનાવી લે છે. અગર જો તે દુર્ગંધના સંપર્કમાં આવશે તો પોતેજ દુર્ગંધ વાળી થઈ જશે અને સુગંધના સંપર્કમાં આવવાથી સુગંધિત થઈ જશે. માણસને પણ આ પ્રક્રુતિના સિધ્ધાંતમાથી કાંઈક શીખવુ જોઇએ.


વિચારવાની બાબત એ છે કે સત્સંગતિ હમેશા સદ્રુણોનો નાશ કરે છે અને કુસંગતિ દુર્ગુણોનો. સુસંસ્કારિત વ્યક્તિ પણ કુસંગતિમાં પડીને કુમાર્ગગામી થઈ શકે છે અને કુસંસ્કારિત વ્યક્તિમાં સારા સંગતને કારણે સુધાર સંભવ છે. એટલે એવા પ્રયાસ કરવા જોઇએ કે ભોળા લોકોની સાથે રહીયે જેનાથી આપણો ઉચ્ચ નૈતિક વિકાસ થઈ શકે.


નસીબ સાથ ન આપે તો....



મહેનત, ઇમાનદારી, વ્રત ઉપવાસ આ બધું જ તો હું કરું છું છતાં આમ કેમ? આ એક એવો પ્રશ્ન છે કે જે દરેક મનુષ્ય પોતાને જ પુછતો હોય છે. મનુષ્ય પોતાના સારાં અને ખરાબ કર્મોનું પરિણામ જાતે ભોગવતો હોય છે. અને જો આ વાત સાચી હોય તો કોઇ મને કહે કે મારા કર્મમાં શું ખામી છે. જેના કારણે મારે દુ:ખ સહન કરવું પડી રહ્યું છે. વિચારેલા ઘણાં કામોમાંથી મનનું વિચારેલું એક કામ ભાગ્યે જ પુરું થાય છે.


ભાગ્ય, નસીબ, કર્મફળ આ કંઇક એવા પ્રશ્ન છે કે જે દુનિયાનાં ઉદ્દભવની સાથે જ રચાયેલા હોય. પરંતુ એવું નથી કે ભગવાને પોતાના ઇશારા પર નચાવવા વાળી કથપુતળીનાં રૂપમાં મનુષ્યની રચના કરી હોય. પણ હા આ વાત એકદમ સાચી છે કે મનુષ્ય પોતે જ પોતાના ભાગ્યનું ઘઢતર કરે છે. મનુષ્ય આ જન્મનાં જ કર્મનો હિસાબ રાખતાં હોય છે જ્યારે ભગવાન દરેક જન્મનો હિસાબ રાખતાં હોય છે. કેટલીક વાર પુર્વ જન્મનાં કર્મોનું પરિણામ આ જન્મમાં ભોગવવું પડતુ હોય છે. કેટલાક લોકોને બેઠાં બેઠાં બધું જ મળી જાય છે તો કેટલાક લોકોને માંગેય કશું મળતું નથી.


પરંતુ સ્વર્ગ સમાન આ પૃથ્વી પર દરેક પ્રશ્નનો ઉત્તર હોય છે. તેમ દરેક સમસ્યાનું સમાધાન પણ અને ભગવાન તો ક્ષમા,દયા અને કરુણાંનો પ્રતિક છે. આ પૃથ્વી પર મોટામાં મોટા પાપીને પણ હવા, પાણી, ઝળહળતી રોશની ભગવાનની જ તો દેન છે. આ જ ભગવાને જ્ઞાનનાં રૂપમાં એવાં ઉપાય બતાવ્યાં છે કે જે ખરાબ નસીબને પણ સૌભાગ્યમાં બદલી દે છે. તો આવો એક નજર કરીએ દુર્ભાગ્યને સૌભાગ્યના માર્ગ પર દોરી જનારા ઉપાયો પર...


- સુર્યોદય પહેલા ઉઠીને પોતાના નિત્ય કર્મોમાંથી મુક્ત થવું
- દરરોજ અગિયાર માળાઓ ગાયત્રી મંત્રનો જાપ કરવો
- ગરીબોને દાન કરવું અને પશુ-પક્ષીઓને પણ અન્ન ખવડાવવું
- વડીલોનો આદર સત્કાર કરવો.
- મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને એકાદશીનું વ્રત કરવું.

છીંકની શક્તિનો ઉપયોગ



છીંક ખોવાઇ જાય છે ત્યારે એક બીજી વાત બને છે. જે ઊર્જા છીંકના માર્ગે બહાર નીકળવાની હતી એ હવે ક્યાં ગઈ? તે ઊર્જા તમારી સજાગતામાં જોડાઇ જાય છે.

તમે ક્યારેય વિચાર્યું પણ છે કે છીંક આવવી એ જીવનની કેટલી મોટી ઘટના છે? આ સાવ મામૂલી લાગતી કુદરતી ક્રિયા ઘ્યાન માટે કેટલી મૂલ્યવાન છે? મુશ્કેલી એ છે કે છીંક નોન-વોલન્ટરી અથવા આકસ્મિક ઘટના છે. તમે જાણીજોઈને છીંક લાવી શકતા નથી. ઘણીવાર કોઇ પોતાના નાકમાં સળી નાખીને છીંક લાવવાનો પ્રયત્ન કરે છે પણ એ તો કૃત્રિમ ઉપાય છે. એમાં સમગ્ર શરીર સામેલ નથી હોતું. છીંક ફકત તમારા નાકમાંથી જ થતી એક ક્રિયા નથી.

એમાં શરીરનું રોમેરોમ સમાયેલું હોય છે. એક સૂક્ષ્મ કંપન, એક સૂક્ષ્મ ઝણઝણાટી આખા શરીરમાં ફેલાઇ જાય છે અને આખું શરીર એકાગ્ર થઇ જાય છે. છીંક જ્યારે આવે છે ત્યારે આખું શરીર રાહતનો અનુભવ કરે છે, આરામનો અનુભવ થાય છે. કશું કર્યા વગર છીંક લાવવી અશક્ય છે. એ આવે છે તો આવે છે, ન આવે તો આકાશમાં વીજળી જેમ ગમે ત્યારે ચમકે એમ એની મરજીની માલિક છે.

અસ્તિત્વમાં કશું મોટું નથી, કંઇ નાનું નથી. એક નાનકડો પરમાણુ પણ આખા જગતનું અસ્તિત્વ મિટાવી શકે છે. એવી જ રીતે એક નાની અમથી, સાવ નાનકડી છીંક પણ તમને કશાકમાં રૂપાંતરિત કરી શકે છે. છીંકની આ શક્યતા જોઇને જ તંત્રએ છીંકને ઘ્યાનની એક વિધિમાં સામેલ કરી છે.

તંત્રનું સૂત્ર છે: છીંકના આરંભમાં, ભયમાં, ચિંતામાં, ભૂખમાં આપણે એ વિધિનો ઉપયોગ કરી શકીએ છીએ. આ વિધિ સતત યાદ રાખવા વિશે છે.ઓશોએ તંત્રનું અદ્ભૂત વિવેચન કર્યું છે. તેઓ દરેક સૂત્રનાં ઊંડાણમાં પ્રવેશીને એની બારીકી સમજાવે છે. ઓશો કહે છે કે છીંકવા જેવી અત્યંત સરળ ક્રિયાને પણ ઉપાયની જેમ કામમાં લઇ શકાય છે, કારણ કે એ કામ ગમે તેટલું સરળ દેખાય પણ ખરી રીતે તો અત્યંત જટિલ હોય છે. જે આંતરિક વ્યવસ્થા છે એ ખૂબ નાજુક છે. તમને જ્યારે પણ લાગે કે છીંક આવી રહી છે તો સજાગ થઇ જાઓ. શક્ય છે કે સજાગ થવાથી છીંક ન પણ આવે, ચાલી જાય.

એનું કારણ છે કે છીંક એ આકસ્મિક ઘટના છે. તમે સ્વેરછાએ, ચાહીને છીંક નથી ખાઇ શકતા. તમે છીંક આવતા પહેલાં સજાગ થઇ જાઓ, તો શક્ય છે કે છીંક આવે પણ નહીં, કારણ કે છીંકવાની પ્રક્રિયા સાથે તમે એક નવી ચીજ એટલે કે સજાગતા જોડી રહ્યા છો. જ્યારે તમે સાવચેત બનો છો અને છીંક ખોવાઇ જાય છે ત્યારે એક બીજી વાત બને છે, જે ઊર્જા છીંકના માર્ગે બહાર નીકળવાની હતી એ હવે ક્યાં ગઈ? તે ઊર્જા તમારી સજાગતામાં જોડાઇ જાય છે. અને તમે અચાનક જ વધુ પડતા સાવચેત-જાગરૂક થઇ જાવ છો. વીજળીની આ ઝબકમાં બુદ્ધત્વ પણ સંભવ છે. જે છીંક સાથે કર્યોએ જ પ્રયોગ ભૂખ, ભય કે ચિંતા સાથે પણ કરી શકાય છે.

ભૂખ એક એવી જ શારીરિક પ્રક્રિયા છે જે માનવીને અત્યંત બેચેન બનાવી દે છે. ભૂખ લાગતાં જ માણસ વિવશ બની જાય છે. ખાસ કરીને શહેરમાં રહેનારા આધુનિક લોકો ભૂખને જરા પણ સહન નથી કરી શકતા. ગરીબોને ભૂખ પીડા આપતી હોય છે, પણ એવો અનુભવ તો એમને હોતો જ નથી. શહેરમાં ચારે બાજુ ખાવાની એટલી સામગ્રી હાજર હોય છે કે લોકો ખાતા જ રહે છે, ચક્કી ચાલુ જ રહે છે. ખાણું એમને માટે એક મનોરંજન બની ગયું છે... પણ આ વિધિ એમને માટે નથી. આ ક્રિયા તો એમને માટે છે, જે ખાવા પર સંયમ રાખે છે અને ભૂખ લાગવાની રાહ જુએ છે.

ભૂખ લાગવી શરીરની પવિત્ર ક્રિયા છે. એક એવી પ્રક્રિયા જાણે હવન. શરીરમાં જઠરની અંદર અગ્નિ પ્રજવળે છે અને એ જ્યારે પ્રજવળે ત્યારે શરીરનું રોમેરોમ અન્ન આત્મસાત્ કરવા માટે તત્પર બને છે. ભૂખ શરીરનો ઇશારો છે કે હવે હું ખોરાક લેવા માટે તૈયાર છું. આવો ઇશારો થાય અને તમને ભૂખ લાગે ત્યારે ખાવાને બદલે, આકળવિકળ થવાને બદલે આ મહાન ઘટનાને ઘ્યાનથી જુઓ. એના પ્રત્યે સજાગ થઇ જાઓ. તમારા શરીરના એકેએક અવયવમાં આ અનુભૂતિ થશે, પણ તમે એના પ્રત્યે આદરથી, વિસ્યમથી જુઓ. પછી ભૂખ વર્તુળ પર પ્રગટ થશે અને તમે કેન્દ્ર પર રહેશો. તમને ભૂખનું ફકત જ્ઞાન થશે. આ સજાગતા જેટલી વધશે એટલી ભૂખ દૂર થતી દેખાશે.

સામાન્ય રીતે ભૂખ અનુભવાતી હોય ત્યારે આપણે શું કરીએ છીએ? આપણે માનીએ છીએ કે અમે ભૂખ્યા છીએ. એવું લાગે કે જાણે હું જ ભૂખ છું પણ આપણે ભૂખ નથી. ફકત ભૂખનું આપણને જ્ઞાન થાય છે. ભૂખ એક ઘટના છે, જે શરીરમાં ઉદ્ભવે છે. તમને ભૂખ લાગે તો એના પ્રત્યે સજાગ થાવ કે ભૂખ છે. એને જુઓ, જાણો અને અનુભવો. શું થશે? તમે જેટલા સજાગ થશો એટલી જ ભૂખ તમારાથી દૂર જતી લાગશે. આ પ્રયોગ તમે ભય, ચિંતા જેવી માનસિક પ્રક્રિયા માટે પણ કરી શકો છો. આ લાગણીઓમાં તણાઇ ન જતા. એનાથી અંતર કેળવવાનો અભ્યાસ કરો. શરૂઆતમાં જ સાવચેત થઇ જાઓ. આ ચીજ એટલી સરળ છે કે નકામી લાગી શકે, પણ ઘ્યાન છે જ સરળ. બસ, શરત એટલે છે કે તમે ગૂંચવાઇ ન જાવ. ઓશો આ પ્રયોગ કરવાની વિધિ બતાવે

...પછી દરેક વસ્તુ આપની તરફ ખેંચાઇ આવશે


 
 

 
ત્રાટક સાધના કરવા માટે આપે પોતાની જાતને અમુક દિવસો સુધી નિયમોમાં બાધવી પડશે.


આપ હંમેશા વિચારતા હશો કે કેટલીક વસ્તુઓ જોતા જ આપની તરફ ખેંચાઇ આવે તો કેટલું સારું! પણ બાદમાં તેને કપોળ કલ્પના ગણીને ભૂલી જાવ છો. શું આપ જાણો છો કે આ સંભવ છે? આ વિદ્યાને સિદ્ધ કરી શકાય છે અને તે પણ બહુ સારી રીતે. વિદ્યા સિદ્ધિ બાદ આપ જે કોઇ પણ વસ્તુને જોશો, તે આપની તરફ ખેંચાઇ આવશે, પછી તે મનુષ્ય હોય કે કોઇ પથ્થર.


વાસ્તવમાં આ વિદ્યાને સંમોહન, વશીકરણ જેવા અનેક નામોથી ઓળખવામાં આવે છે. સંમોહન, વશીકરણનું જ એક રુપ છે ત્રાટક સાધના. તેના દ્વારા આપણે આપણી આંખો અને મસ્તિષ્કની શક્તિઓને જાગૃત કરીને તેને એટલા પ્રભાવી બનાવી શકીએ છીએ કે માત્ર વિચારવાથી અને જોવાથી જ કોઇપણ વસ્તુ આપણી પાસે ખેંચાઇ આવે છે.


ત્રાટક સાધના કરવા માટે આપે પોતાની જાતને અમુક દિવસો સુધી નિયમોમાં બાધવી પડશે. ત્રાટક સાધના એટલે કોઇ પણ વસ્તુને એકીટશે જોવી. આ સાધના આપ ઊગતા સૂર્ય, સળગતી મીણબત્તી, કોઇ યંત્ર, દીવાલ કે કાગળ પર કરવામાં આવેલા બિંદુમાંથી કોઇને પણ જોઇને કરી શકો છો.


ત્રાટક સાધનામાં રાખવી પડતી સાવધાનીઓ-


- આ સાધના સમયે આપની આસપાસ શાંતિ હોવી જોઇએ. આ સાધનાનો સૌથી ઉત્તમ સમય છે અડધી રાત કે પછી બ્રહ્મ મુહૂર્ત એટલે કે સવારના 3થી 5ની વચ્ચેનો સમય. - રાતે જો ત્રાટક કરવામાં આવે તો સહુથી સારું સાધન મીણબત્તી રહેશે. મીણબત્તીને સળગાવી તેને એ રીતે રાખવી કે તે આપની આંખોની બરાબર સામે રહે.- મીણબત્તીને ઓછામાં ઓછી ચાર ફૂટના અંતરે રાખવી. - પહેલાના ત્રણ-ચાર દિવસ ત્રણથી પાંચ મિનિટ સુધી એકીટસે મીણબત્તીનો સળગતો ભાગ જુઓ. આ દરમિયાન આપની આંખો પલકવી ન જોઇએ. - ધીરે-ધીરે સમય સીમા વધારતા જાવ, આપ અનુભવશો કે થોડા જ દિવસોમાં આપની આંખની ચમક વધી ગઇ છે અને તેમાં આકર્ષણ ઉત્પન્ન થવા લાગ્યું છે.